નવાવર્ષ નો સંકલ્પ…ભારત બને સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ…

પ્ર)શાહ જૈનોમાં પણ હોય છે અને વૈષ્ણવોમાં પણ…શું બંને એકબીજાના ભાગવાનોનો આદર કરે છે?(અશોક દવે ને પુછાયેલ પ્રશ્ન)
જ)-હમણા એક હેન્ડીક્રાફટની શોપમાં ભગવાન મહાવીર અને શ્રીકૃષ્ણની પ્રતિમાઓ બાજુબાજુમાં જોઈ.એ બંને એકબીજાનું ગૌરવ જાળવતા બેઠા છે.(અશોક દવેનો કટાક્ષ થી ભરપુર ઉત્તમ ઉત્તર)

           પ્રશ્ન પૂછનાર શાહ જ હતા અર્થાત જૈન કે વૈષ્ણવ જ હશે.આપણા દેશની ખોખલી ધર્મનિર્પેક્ષતા તો આવા ઘણા સવાલોમાં જળકે છે.પહેલો દેશ અને પછી ધર્મ આવવો જોઈએ એને બદલે પહેલો ધર્મ આવે છે.

           વીસમી સદી કરતા વધુ ખરાબ ધર્મવાદ હાલ ચાલી રહ્યો છે.અને જો આનો અંત નહિ આવે તો દેશ ને ખાડે જતા કોઈ નહિ રોકી શકે.

અશોક દવે ને જ પુછાયેલ બીજો એક પ્રશ્ન અને એનો ધારદાર ઉત્તર યાદ આવે છે.
પ્ર)કોંગ્રેસના રાજમાં હિંદુઓ લઘુમતીમાં હોય એવું તમને નથી લાગતું?
જ)- મને કોઈ એક ભારતીય બતાવો જે પોતાને હિંદુ કહેતો હોય! આપણે ત્યાં વૈષ્ણવ છે,જૈન છે,દલિત છે,પટેલ છે,બ્રાહ્મણ છે.કોઈ એકને તો પોતાને હિંદુ કેહેવડાવવા દો.

           બઉ ધારદાર કટાક્ષ અને એક નગ્ન હકીકત છે.માત્ર કહેવાથી ધર્મનિરપેક્ષ નથી બની જવાતુ.પરંતુ દિલમાં બીજા ધર્મ માટે પણ આદર હોવો જોઈએ.આજે પણ આંતરજ્ઞાતીય લગ્નને મોટો ગુનો ગણવામાં આવે છે.ઘણા તો માતા-પિતા જ કહેતા હોય છે કે પ્રેમ વિવાહ ની મનાઈ નથી પણ આપણા ધર્મ નો જ છોકરો સોધજે.એમ તે કઈ પ્રેમ ધર્મ,નાત-જાત જોઈ ને થતો હોય તો સુ એ સાચો પ્રેમ ગણાય?આજે પણ બીજા ધર્મની વ્યક્તિ કરતા પહેલા પોતાના ધર્મની વ્યક્તિને પહેલા મહત્વ અપાય છે.એવી તો કેટલીયે વાતો છે જે ખોખલી ધર્મનિરપેક્ષતાની ચાડી ખાય છે.આવો મિત્રો આ નવા વર્ષે એક પ્રણ કરીએ કે સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ બનીશું.સૌથી પહેલો ધર્મ રહેશે માનવધર્મ અને દેશધર્મ(વિશ્વધર્મ).

           આમ તો મારું માનવું છે કે ભગવાન એ કોઈ વ્યક્તિ નહિ પરંતુ એક અલૌકિક શક્તિ છે જે આપણા દરેક માં રહેલી છે અને આપણે સૌ ભગવાન બની શકીએ છીએ પરંતુ એ અથાગ પરિશ્રમ માંગી લે છે અને ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છે એમાં અને એથી ભગવાન નથી બની શકતા બાકી ભગવાન બની શકવાની ક્ષમતા તો આપણા સૌ માં છે જ.એ રીતે હું ભગવાન ના અસ્તિત્વ ને પડકારું ચુ એમ પણ લાગી શકે પરંતુ એ જુદી ચર્ચા માંગી લે તેવો વિષય છે.હાલ તો હું માત્ર એટલી જ આશા રાખું છું કે ભારત દેશ સાચા અર્થ માં ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બને અને પ્રગતિના પંથે આગળ વધીને સર્વોચ્ચ શિખર ને સર કરે.અને એ બધા ધર્મન લોકો એક નહિ થાય ત્યાં સુધી શક્ય નહિ બને.

 
          તો આવો મિત્રો આ નવા વર્ષે એક પ્રણ કરીએ કે સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ બનીશું.સૌથી પહેલો ધર્મ રહેશે માનવધર્મ અને દેશધર્મ(વિશ્વધર્મ).બસ આટલું કહી વિનવું છું અને મારા સપના નું ભારત બહુ જલ્દી હકીકત માં ફેરવાય તેવી આશા સહ સૌ ને નુતનવર્ષ ન અભિનંદન પાઠવું છું.
 
જય હિન્દ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.