પ્રેમ ના હોત તો જીવન મા દર્દ ન હોત,
દર્દ વિનાનુ જીવન પણ ક્યાં મજા દેતુ હોત,
એમની સાથે કર્યો હતો પ્રેમ સાચા દિલ થી,
જો એમને સ્વીકાર કરી લીધો હોત તો આ તડપ ની મજા ના હોત,
કહે છે સૌ કે ઉમ્ર નાની છે પ્રેમ મા પડવા માટે,
પણ જો પ્રેમ જ ના હોત તો કદાચ આ જીવન જ ના હોત,
આજે ન જાને કેમ હ્રિદય એમને રોઇ-રોઇ ને યાદ કરી રહ્યુ છે,
કહે છે જો એ ના હોત તો હુ પ્રેમ નો અર્થ સમજ્યો જ ના હોત.