સહજીવન અને સ્વજીવન

આપણે સામાન્ય રીતે તો દરેકના સ્વતંત્ર જીવનના હકની વાતો કરીએ છે. પણ જયારે અમલની વાત આવે છે તો મોટા ભાગે આપણે કોઈની સ્વતંત્રતાને સ્વીકારી નથી શકતા. એક સામાન્ય સમજણ આપણને એ આપવામાં આવે છે કે સહજીવનમાં સ્વ ને ભુલાવી દે એ જ સાચો સાથી. એટલે જ જયારે એક પ્રેમી એમ પૂછે કે “તું મને કેટલો પ્રેમ કરે છે?” ત્યારે સાચા અર્થ માં પુછાયેલો સવાલ તો એ હોય છે કે “તું કેટલા અંશે મારે માટે પોતાની જાતને ભુલાવી દઈ શકે?” અને બસ સાચા સાથી કહેવડાવાની હોડમાં પોતાની જાતને ભુલાવામાં લાગી જાય છે બધાજ. પણ શું ખરેખર લગ્નજીવન કે સહજીવન એટલે સ્વતંત્રતાનો અંત જ થાય? મારુ માનવું એમ નથી. સહજીવનમાં સૌથી જરૂરી છે એકબીજાના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર. એકબીજાની પસંદ નાપસંદ ની સમજણ. તમારા સાથીને કંઈક ગમે છે એટલે તમારે એ ગમાડવું જ પડે તે જરૂરી નથી. તમને ના ગમતું હોવા છતાં એ બાબતે સાથ આપો તે સારું જ છે પણ તમે સાથ ના આપો છતાં એને એની પસંદ ની પ્રવૃત્તિ કરતા રોકો નહિ ત્યારે પણ તમે એટલા જ પરફેક્ટ સાથી બની રહો છો. પરંતુ ઘણા લોકો આ સ્વતંત્રતા નો સ્વચ્છંદ બનીને ફાયદો ઉઠાવા પ્રયત્ન કરતા હોય છે ત્યારે પછી લગામ લગાવવી જરૂરી થઇ પડે છે. પરંતુ જ્યાં સુધી એક વ્યક્તિ પોતાની સહજીવનની સંપૂર્ણ જવાબદારીઓ નિભાવી જાણે અને પોતાની મર્યાદામાં રહીને પોતાની સ્વતંત્રતા માણવા ઈચ્છે તો એ પોતાના સ્વજીવન ને માણવા માટે પણ એટલો જ હકદાર છે જેટલો એની જવાબદારીઓ માટે જવાબદાર. – વિશાલવાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.