પહેલો પ્રેમ બીજી વાર નથી થતો.
એ તો સાવ સાચું. Agree.
પહેલો પ્રેમ કદી ભૂલાતો નથી.
એની માને આજે તો પુરા મૂડ માં છો સાહેબ. આ તો તમે 100% ની વાત કીધી માલિક.
એમ ને? લો ત્યારે વધુ એક સાંભળો.
સંભળાવો… સંભળાવો… આજે તો પુરજોશ માં ખીલ્યા છો.સંભળાવો તમતમારે.
સાચો પ્રેમ બીજી વાર નથી થતો….
શું કીધું? સાચો પ્રેમ બીજી વાર નથી થતો?
હાય્લ હાય્લ હવે હાલતી નો થા… તું આપણો ભાઈબંધ છે અને બે વાતો સાચી શું કહી દીધી તે તો એમ માની લીધું કે અમે તારી બધી વાત માં હા એ હા ઝીકે રાખશું. પણ તું ખાંડ ખાય છે ભૂરા. એમ કોઈપણ વાત માં હા એ હા કરીએ એવા ભાઈબંધ અમે નહી.
પહેલો પ્રેમ બીજી વાર નથી થતો એ સાવ સાચું કારણ કે એક વાર પ્રેમ થઇ ગયા પછી ફરી વખત થાય એ પહેલો પ્રેમ હોય જ ના શકે. logical છે.
પહેલો પ્રેમ કદી ભૂલાતો નથી એ પણ સાચું કારણ કે જીવન જે કઈ પ્રથમ વખત અનુભવાય છે પ્રથમ વખત થાય છે તેની સાથે જોડાયેલી લાગણી કૈક અલગ જ હોય છે અને એટલે જ પ્રથમ પ્રેમ નું સ્થાન હમેશા વિશેષ હોય છે અને રહે છે.
પણ આ શું બોલ્યો તું? સાચો પ્રેમ બીજી વાર નથી થતો?
તે મોટા મને એક વાત કે આ તું નાનપણ થી આટલો મોટો થયો એ વચ્ચે તને કડી પરે થયો કે નહિ? શું એક વાર પ્રેમ થયો પછી પ્રેમ કરવાનું માંડી વાળ્યું તે? કે બસ હવે તો કોઈને પ્રેમ કરવો જ નહિ? ભાઈ-ભાઈ, પ્રેમ તે કઈ ઈચ્છા થી થતી ચીજ થોડી છે કે એક વાર થઇ ગયો એટલે હવે થાય જ નહી કે કરવો જ નહિ, પ્રેમ એટલે સીધી સરળ ભાષામાં લાગણી નો પ્રવાહ જો તમે આ પ્રવાહ માં તણાતા જાઓ તો પહેલી વાર શું હજાર મી વખત પણ જે પ્રેમ થાય એ સાચો જ પ્રેમ હોય. મને એક વાત કહે,તું કહે છે તો માની લઉં કે તને કદી કોઈ છોરી જોડે પ્રેમ નહિ થયો હોય પણ કોઈ ભાઈબંધ સાથે તો પ્રેમ થયો હશે ને? શું એ પ્રેમ તે દિલ થી નતો કર્યો? શું એ conditional love હતો? શું તું તારા માં-બાપ ને કરે છે એ સાચો પ્રેમ નથી? બીજા કોઈ જ નહિ અને માં-બાપ એમ બે જણ ને પ્રેમ કર્યો એ જ સાબિતી નથી કે સાચા મન થી જ એક થી વધુ જણ ને સાચો પ્રેમ થઇ શકે છે? તારી માતાશ્રી એ તારા બાપુશ્રી ને પ્રેમ કર્યો એટલે જ તું અવતર્યો તો શું એ પછી એને તને પ્રેમ કરવાનું માંડી વાળ્યું કે ના મેં તો એક જણ ને સાચો પ્રેમ કરી લીધો હવે થાય જ નહિ? હવે વળી પાછો કહીશ કે એ તો માં નો પ્રેમ, મિત્ર ને કર્યો એ દોસ્તી વાળો પ્રેમ, બહેન ને કરીએ એ બહેન વાળો પ્રેમ. તે સાલ્લી આ વાત તો આજ દી સુધી મને નથી સમજાઈ। પ્રેમ ના તે વળી પ્રકાર કેવા? પ્રેમ તો પ્રેમ હોય. કાં તો હોય ને કાં તો ના હોય. અને આ પ્રેમ ના પ્રકાર એટલે શું? શું કોઈ ની ફિકર કરીએ તેના પ્રકાર હોય?કે આ દોસ્ત છે એટલે એની આટલી જ ફિકર થાય, હા ભાઈ હોત તો વધારે ફિકર કરતા?નહિ ને?બસ તો એમ જ પ્રેમ ના કોઈ પ્રકાર ના પણ કોઈ પ્રકાર ના હોય.દોસ્ત છે એટલે આટલો પ્રેમ કરવાનો, માં છે એટલે આટલો પ્રેમ અને પ્રેમિકા હોય એને તેટલો પ્રેમ કરવાનો, આવી રીતે કઈ પ્રેમ ને બાંધી ને ના કરાય. એ તો મુક્તપણે વહેવા દેવાય. પ્રેમ જબરદસ્તી થી થતો નથી અને કરાવાય તો જોખમી સાબિત થાય છે તે જ રીતે પ્રેમ ને બાંધી રાખતો પણ નથી, એ પણ જોખમી છે પોતાના દિલ માટે.
પ્રેમ ના આજકાલ બે પ્રકાર પાડી શકાય. એક જે સામાન્યપણે જોવા મળે છે તે કોઈપણ વ્યક્તિ કોઈપણ અન્ય વ્યક્તિ ને કરે તે સીધો, સરળ, સ્વાર્થ રહિત એવો ઉત્તમ પ્રેમ જેને unconditional love કહે છે. અને આ જ કેહવાય સાચો પ્રેમ જેનું પ્રમાણ આજકાલ ઘટી જરૂર રહ્યું છે પણ હજી અસ્તિત્વ ટકાવી રાખવા માં સફળ રહ્યો છે. અને બીજો પ્રકાર જેને હું તો પ્રેમ સમજતો જ નથી પણ આજકાલ એનું પ્રમાણ સતત વધતું ચાલ્યું છે ત્યારે એને સ્થાન આપવું પડે છે તે છે સ્વાર્થી લોકો પોતાના અમુક સ્વાર્થ માટે કરે તે conditional અથવા to be blunt મહાતમ જે કારણ થી પ્રેમ કરવામાં આવે છે તે જ નામ આપું તો physical love. જેમ મેં કહ્યું તેમ હું તો આને પ્રેમ ગણતો જ નથી કિન્તુ દિન પ્રતિદિન તેના વધતા પ્રમાણ ને કારણે તેનુ સ્થાન સ્થાપિત કરતો જાય છે. બાકી તો પ્રેમ ભાઈ-બહેન નો હોય, મિત્ર નો હોય, સહી નો હોય, માં-બાપ નો હોય, પ્રેમિકા નો હોય કે પતિ-પત્ની નો હોય.પ્રેમ એ પ્રેમ જ હોય. એના કોઈ જ પ્રકાર ના હોય. પ્રેમ કાં તો હોય ને કાં તો ના હોય.આમાં ક્યાય સાચો પ્રેમ બીજી વાર ના થાય જેવી વાહિયાત વાત સ્વીકાર્ય બને જ નહિ. સાચો પ્રેમ બીજી વાર જ નહી, હજાર મી વાર પણ થાય, થાય અને થાય. – વિશાલવાણી
Vishal cent percent sachi vat…quite worthful article.
thanks swati…
ખુશી, દુખ, જુસ્સો, ગુસ્સો, ઊંઘ, ભુખ જેવી જ એક લાગણી છે પ્રેમ! અને પ્રેમ કોઈની પણ સાથે કેટલીયે વાર થઇ જ શકે છે!
એકદમ સાચું કીધું, પ્રેમ થાય અને બહુ બધી વાર થાય એ એકદમ સ્વાભાવિક છે! કોઈક એ બતાવે ને કોઈ છુપાવે!
હું મરી બુક્સ, બુકમાર્ક્સ, મારા લેપ્પી, મારી પેન સુધ્ધાને ચાહું છું! નિર્જીવ છે છતાં.. તો જીવિત મનુષ્યને ચાહવું તો ખુબ જ સામાન્ય કેહવાય ને ?
એકદમ સાચું… અને એ પણ સાચું કે પ્રેમ સજીવ ને જ થાય એવું જરૂરી થોડું છે પ્રેમ તો કોઈ પણ નિર્જીવ ચીજ સાથે પણ થઇ શકે છે.
હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો
હવે શું કહેવું તમારૂં?