Speech written for my sister which was delivered on mom -dad’s 25th marriage anniversary. 27th,nov, 2011….(ignore the date in the pic 😉 )
સર્વે ઉપસ્થિત વડીલો તથા સ્નેહીજનો ને પ્રણામ કરું છુ, વંદન કરું છુ.
મમ્મી-પપ્પાના લગ્નજીવનના 25 માં વર્ષ ની ઉજવણી કરવામાં આપ સૌનો સહકાર મળ્યો તેથી ખુશી અનુભવુ છુ.
આ 25 વર્ષ દરમિયાન મમ્મી-પપ્પા એ હમેશા એકબીજાને સાથ આપ્યો. હમેશા એકબીજાની પડખે ઉભા રહ્યા. પતિ-પત્ની તરીકે તેઓ એ હમેશા પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. પપ્પા એ એક પતિ,એક જમાઈ, એક બનેવી હોવાની જવાબદારીઓ પણ એટલી જ નિષ્ઠા થી બજાવી જેટલી નિષ્ઠા થી એક પુત્ર,એક ભાઈ હોવાની જવાબદારી નિભાવી છે. મમ્મી એ પણ સાસરા માં આવી ને બહુ સરસ રીતે એડજસ્ટ કરી લીદ્ધું અને એક વહુ,ભાભી તરીકે ની જવાબદારીઓ નિષ્ઠા થી નિભાવી.
એક સ્ત્રી માટે બહુ કઠીન હોય છે એક ઘર છોડી બીજા ઘર માં એડજસ્ટ થવું, પણ જો એને એના પતિનો પુરતો સાથ મળે તો એ ઘણું આસાન થઇ જતું હોય છે. એ જ રીતે એક પુરુષ જ્યારે કોઈ સમસ્યા માંથી પસાર થતો હોય ત્યારે, જો એને એની પત્નીની હૂફ મળે તો એ એના માટે એટલું કઠીન નથી રહેતું. આમ મમ્મી-પપ્પા એ સદાય એકબીજા ને સાથ આપને, હૂફ આપીને,પ્રેમ થી એકબીજા નું દુખ હળવું કર્યું છે. અને સદાય એકબીજા નો સાથ નિભાવ્યો છે.
આવા મારા મમ્મી-પપ્પા નો પ્રેમ સદાય એકબીજા માટે પ્રજ્વલિત રહે તેવી હું ભગવાન ને પ્રાર્થના કરુ છુ. અને છેલ્લે કહેવા માંગું છું કે મોમ-ડેડ આઈ લવ યુ. આપણે,આપણા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ કે બીજા કોઈ ને કહેવાનું હોય તો બહુ આસાની થી કહી દઈએ છે આઈ લવ યુ. પણ આપણા જ માતા-પિતા ને ખુબ જ પ્રેમ કરતા હોવા છતાં ખબર નહિ કેમ પણ ખચકાઈએ છે શરમ અનુભવીએ છે. હું એવી કોઈ ભૂલ નહિ કરું અને દિલ ખોલી ને આજે કહું છું મોમ-ડેડ આઈ લવ યુ સો મચ. એન્ડ વી આર નથીંગ વિથાઉત યુ.
