વ્યક્તિ અમર નથી હોતી, પણ વ્યક્તિ એ બાંધેલા અને સાચવેલા મીઠા સંબંધો, એનો પ્રેમાળ સ્વભાવ અને એની મીઠી યાદો એને લોકો માં સતત જીવંત રાખે છે.
રમણલાલ ચુનીલાલ શાહ(મારા દાદા) એક એવી વ્યક્તિ જે સદેહે ભલે સૌની વચ્ચે મોજૂદ નથી કિન્તુ એમની શિખામણ, પ્રેમ, આદર, શાણપણ, સામાન્ય જે આજકાલ અસામાન્ય થઇ ગઈ છે તેવી સમજ, જુદા મત ને માન આપી ને કદી મતભેદ ને મનભેદમાં ના પલટાવા દેવાની કુશળતાને કારણે સદાય અમારા દિલમાં રહ્યા છે.
તેવા અમારા પ્રિય-અંગત મિત્ર દાદા ને તેમની સાતમી પુણ્યતિથી નિમિત્તે ભાવાંજલિ, અદારાંજલિ, શ્રધ્ધાંજલિ.
ઝાકળ જેવું
જીવી ગયા તમે, હવે
સ્મરણો ભીનાં.
(ક્યાંક વાચેલી પંક્તિ)
