૨૪ સેપ્તેમ્બેર-બાબરી મસ્જીદ ચુકાદો

 

Old Post migrated to new blog now.

પરમ દિવસે ૨૪ september બાબરી મસ્જીદ ના ચુકાદા નો દિવસ.અને ફરી હિંદુ-મુસ્લિમ વચે રમખાણ ફાટી નીકળવાની દહેશત વચ્ચે આપણે સૌ ચુકાદા ની રાહ જોઈ રહ્યા છે.ત્યારે શ્રેષ્ઠ હિન્દી કવિ સ્વ. શ્રી ડો. હરિવંશરાય બચ્ચન ની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક “મધુશાલા” ની એક પંક્તિ યાદ આવી રહી છે.

“મુસલમાન ઓર હિંદુ હે ડો એક મગર ઉનકા પ્યાલા,
એક મગર ઉનકા મદિરાલય એક મગર ઉનકી હાલા,
દોનો રેહતે સાથ ના,જબ તક મંદિર મસ્જીદ મેં જાતે,
વેર બઢાતે મંદિર મસ્જીદ મેલ કરાતી મધુશાલા!”

તો શું બાબરી મસ્જીદ અને રામ મંદિર નો વિવાદ ઉકેલવાનો શ્રેષ્ઠ ઉપાય ત્યાં મદિરાલય બનાવાનો ના હોય શકે? જોકે  આ દેશ ના કેટલાક કેહાવાતા ધર્મિષ્ઠ ને બાકી તો ધર્મદંભી લોકો એમાં વાંધા કાઢશે કે મંદિર કે મસ્જીદ ના સ્થાને તે કઈ મદિરાલય ઉભું કરાતું હશે? આમ તો ઉત્તરપ્રદેશ માં દારૂબંધી છે નઈ અને ઠેર ઠેર મદિરાલય આવેલા જ છે.તો એમાં એક વધુ.એકતા પર આંચ આવતી અટકતી હોય તો ખોટું શું છે? અને મારી આ વાત ની રજૂઆત પછી કોઈએ મારા પર શંકા નઈ કરવી કે હું જૈન હોવાને ખાતર આવું કહી રહ્યો છું.જૈન પણ હિંદુ ધર્મ નો જ અંગ છે અને રામ ભગવાન નો ઉલ્લેખ અમારા શાસ્ત્રો માં પણ છે અને જેઓ એ સત્યનારાયણ ની કથા કરાવી હશે એમને તો ખ્યાલ હશે જ કે એમનું અમારા માટે પણ કેટલું મહત્વ છે.તો કોઈ એ અંગે મારા પર કોઈ સવાલ ઉભો ના કરે.અને રહી વાત મદિરાલય ની તો એ તો માત્ર પંક્તિઓનો આધાર લઈને કહ્યું હતું બાકી એનો તો હું પણ વિરોશી જ છું.પણ અર્થાત એમ કે ના મંદિર ને ના મસ્જીદ પણ એને સ્થાને બાગ કે એવી કોઈ જગ્યા ના બનાવી શકાય કે જે સ્થાન પર બધા જ જતા હોય.જ્યાં જવામાં મજહબ એટલે કે ધર્મ ના જોવાતો હોય કે હું આ ધર્મ નો હોઈ ના જઈ શકુ.શું આવો કોઈ ઉકેલ ના લાવી શકાય?બાકી તો આસ્થા નું મહત્વ હું પણ જાણું જ છું.રામ ભગવાન ની જન્મ ભૂમિ હોઈ એની સાથે જોડાયેલી આસ્થા સમજી શકાય છે.છતાં મને જે વિચાર આવ્યો તે રજુ કર્યો.

અહી મેં મારા વિચાર માત્ર રજુ કર્યા છે.કોઈની ધાર્મિક લાગણી કે અંગત લાગણી દુભાઈ હોઈ તો ક્ષમાપ્રાર્થી છું અને દિલ થી ક્ષમા માંગુ છુ.ક્ષમા કરશો જી.મિચ્છામી દુક્કડમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.