દાન-ધર્મ અને Publicity

સત્કર્મો કરનારા સામે એક દુવિધા ઘણી વખત આવતી હોય છે. જો સારા કર્મો કર્યા પછી કોઈને જણાવે નહિ તો અમુક સમયે તમે કર્યું જ શું છે? અને જો જણાવે તો એમાં ઢોલ વગાડીને માઈલેજ શું કમાવાનું? જેવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. હું અંગતપણે ડાબા હાથે કરેલા દાનની ખબર જમણા હાથને પણ ના પડવી જોઈએ વાળી વિચારધારાનો માણસ છું.મને નથી ગમતું એ મારી પ્રકૃતિ છે. પણ હું માનુ છું કે સત્કર્મ કર્યાની જાણ કરવાથી જો બીજી એક વ્યક્તિ પણ જાગૃત થતી હોય તો એવા ઢોલ તો વાગવા જોઈએ. હું તો દેખા-દેખી માં પણ સારું કામ થયાનો આનંદ લઉં છું. મને અંગત વાંધો પોતાના સત્કર્મના ઢોલ વગાડવાના નામે મજબુર માણસની લાચારીનું અને શરમનું દ્રશ્ય રજુ કરી આપતી પોસ્ટ્સ થી છે. તો આજે હું કોઈને એમ કહેવા નથી લખી રહ્યો કે તમે જે સત્કર્મ કરો છો એ વિષે કોઈને જાણ જ ના કરશો અથવા હવેથી જરૂર કરશો. આખરે કોઈએ આવી વાત સમાજ સામે કરવી કે કેમ, એ તેની વ્યક્તિગત પસંદગી છે. ન કરનારા મહાન છે, એમ નથી. કરનારા ઢોલ વગાડે છે કે mileage કમાય છે, એમ પણ નથી. જેને આપવું છે, એને આવું જાણીને પ્રેરણા મળે છે કે કેમ, એ વિષે હું ચોક્કસ નથી. મોટા ભાગના આપનારને એની પબ્લિસિટી ગમે છે. એ સ્વાભાવિક પણ છે. માણસ છે, તો આવું ગમે એમાં કંઈ ખોટું નથી. અંગત રીતે “તે કર્યું જ શું છે?” પ્રશ્ન નો ઘણી વાર સામનો કર્યો છે છતાં પણ મને તો ના કહોને કરવામાં જ ખુશી મળે છે. પણ હા જેઓ સમાજ સમક્ષ વાત મૂકે છે એ માત્ર કાર્ય કર્યાની વિગત મૂકે, એના લાભાર્થીની નહિ એવી મારી દ્રઢ ઈચ્છા ખરી. દાન ધર્મ કરતી વખતે આપનાર અને લેનાર બંનેનું માન-સન્માન જળવાઈ રહે તે ઘણું જ જરૂરી છે અને એટલે જ ઘણી વખત તો સીધું લાભાર્થીને દાન કરવાને બદલે યોગ્ય વ્યક્તિ દ્વારા એ આપનાર વ્યક્તિ કે લાભાર્થીને ના ખબર પડે એ રીતે દાન કરાવવું જોઈએ. મારી અપીલ સાચી લાગી હોય તો જરૂર આગળ પહોંચાડશો. – વિશાલવાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.