ના મજાક ના મૂડ માં જરા પણ નથી. મારી સામાન્ય સમજણ મને કહે છે કે જીવનની પ્રાથમિક જરૂરિયાત પુરી કરવા માટે જો કોઈના પર આધારિત રહેવું પડતું હોય તો એને સશક્ત ના ગણી શકાય. એક સામાન્ય માન્યતા(અને મોટાભાગના ઘરોની વાસ્તવિકતા) એવી છે કે ઘરમાં પુરુષ બીમાર હોય તો હજી ચાલી જાય પરંતુ ઘરની સ્ત્રી બિમાર પડે તો ઘર વેર-વિખેર થઇ જાય. આ માન્યતા એટલે છે કારણ કે હકીકતમાં પુરુષ જે સાવ સામાન્ય કહેવાય તે તમામ વાતો થી બહુ જ દૂર છે. એને કદી એ બધું ના શીખવાની તસદી લીધી છે ના તો એને શીખવાવનો રસ લેવાયો છે. એને ના રસોઈ કરતા આવડે છે, ના કપડાં ધોતા, ના વાસણ માંજતા, ના બાળક સાચવતા કે ના તો શર્ટનું એક બટન તાકતાં આવડે છે. આ તમામ બાબતો રૂપિયા કમાતા થઇ જવાથી વધુ મહત્વની છે, જે સ્ત્રી હોય કે પુરુષ આવડવી જરૂરી છે. આવામાં જયારે હું ઘણા પેરેન્ટ્સને એ વાતનું અભિમાન લેતો જોઉં કે અમે તો અમારી છોકરીને રસોડામાં પગ પણ નથી મુકવા દેતા ત્યારે દુઃખ થાય છે કે હાથે ચાલીને અબળા બનાવા ચાલ્યા છે. સ્ત્રી તો ખરા અર્થમાં સશક્ત છે. એ ખરા અર્થમાં કોઈના પર આધાર રાખ્યા વિના જીવન નિર્વાહ ચલાવી લે છે પણ પુરુષ સ્ત્રીની ગેરહાજરીમાં પાંગળો થઇ જાય છે. આજની જરૂરિયાત દીકરીને ઘરકામ થી દૂર રાખવાની નથી પણ દીકરાઓને પણ એ તમામ કામ શીખવવાની છે. આ બધી સ્કીલ્સ એ જીવનની અતિ મહત્વની છે. રૂપિયા કમાઈને આ બધા કામ માટે કોઈ મદદગાર રાખી શકો એ માત્ર થી આ બધું ના શીખવાનું કોઈ કારણ નથી બનતું. અને લોકડાઉન કદાચ આ જ વાત સમજાવવા આવ્યું હતું. સ્ત્રીઓને કહીશ કે સ્ત્રી સશક્તિકરણના નામે ઘરકામ થી દૂર રહેવાના જે ઉઠા ભણાવામાં આવે છે એનાથી ચેતો એનાથી તો ઉલ્ટાના તમે સામાન્ય જરૂરિયાતો માટે પણ કોઈના પાર આધારિત થઇ જશો જે આજે નથી. આ તો નિર્બળ કરવાની ગેમ કહેવાય અને પુરુષોને કહીશ કે જાગો ભાઈઓ સશક્ત બનો અને આત્મનિર્ભર બનો. જરૂરિયાત આપણે એક કદમ ઉપર ચઢવાની છે નહિ કે સ્ત્રીને એક કદમ નીચે લાવવાની. – વિશાલવાણી.