જય વસાવડા સર્નો પ્રસંશક હોવાથી એમના મોટાભાગના બધા જ લેખો વાંચ્યા છે.આજે કંઇક એવુ બન્યુ કે અચાનકથી જ એમનો એક લેખ યાદ આવિ ગયો.લેખ નુ શીર્ષક તો યાદ નથી પરંતુ લેખ નો મર્મ કહો કે ભાવાર્થ એમ હતો કે આ દુનિયામાં કોઇ સંબંધ નિ:સ્વાર્થ નથી હોતો અને ના તો કોઇ સંબંધ આજીવન રહેતો હોય છે.મિત્રો ત્યારે હુ એમ માનતો હતો કે બધા સંબંધ તો સ્વાર્થના ના હોય. અમુક સંબંધ તો જરુર નિ:સ્વાર્થ અને પ્રામાણિક હોય જ.પરંતુ જીંદગી માં ઘટિત ઘટનાઓએ અને એક ખાસ અનુભવે મને એ સમજાવી દીધુ કે હું ખોટો હતો.સ્વાર્થ વિના “ખાલી લાલો જ નહી કોઇ પણ ના લોટે”.દરેક સંબંધ ની પાછળ કોઇ ને કોઇ સ્વાર્થ છુપાયો હોય છે.અને સ્વાર્થ ભૌતિક સ્વરુપ જ ધરાવતો હોય એ જરુરી નથી.કોઇક ના આકર્ષણને લિધે એની સાથે રાખવામા આવેલો સંબંધ પણ સ્વાર્થ જ છે.આવા તો કેટલાય સ્વાર્થી સંબંધ આપણે રાખતા હોઇએ છે.માતા-પિતા સાથે ના સંબંધ પણ આજકાલ તો સ્વાર્થના સંબંધ બનતા જાય છે ત્યા બીજા સાથેના સંબંધની તો વાત જ શી કરવી?
અંતર ની વેદના
આ તો થઈ જય વસાવડા સર ના લેખ ની આછીપાતળી રુપરેખા.હવે મારી વાત પર આવુ તો મિત્રો આજે દિલ માં એક અજીબ પ્રકારનુ દર્દ થઈ રહ્યુ છે.કોઇની પણ સાથેના સંબંધનો જ્યારે અંત આવે છે ત્યારે દુ:ખ થવુ સ્વાભાવિક છે.પરંતુ જો એ વ્યક્તિ કોઇ અંગત હોય તો થોડા દિવસો સુધી વનવાસ માટે ચાલ્યા જવાની ઇચ્છા થઈ આવે છે.કહે છે થોડો સમય દુ:ખ-દર્દ રહેતુ હોય છે અને પછી નવા જીવનમાં ઢળી જવાય છે.અને બધા દુ:ખ-દર્દ ગાયબ થઈ જાય છે.બધુ ખોટુ છે.હુ છેલ્લા ૪ માસથી પ્રયત્ન કરતો આવ્યો છુ હજી સુધી નથી ઢળ્યો.જ્યારે વ્યક્તિ ખાસ હોય છે એનો અર્થ એ છે કે એને હ્રદય માં ખાસ સ્થાન ફાળવેલુ છે અથવા કહો કે હ્રદયના એક ભાગ તરીકે એને જીવન મા સ્થાન આપ્યુ છે.હવે તમે જ કહો મિત્રો કે જો હ્રદય નો એક ભાગ જ શરીર થી જુદો થઈ જાય તો પીડા ક્ષણભર ની ક્યાંથી હોય?એ પીડા,એ દર્દ તો આજીવન જ હોય છે.બસ દર્દ સાથે જીવવાની આદત પડી જતી હોય છે.પરંતુ દર્દતો એટલુ જ હોય છે અથવા તો વધારે.મનમા એક આશા રહેલી હોય છે કે એ વ્યક્તિ જરુર પાછી આવશે અને પછી જ્યારે એ વ્યક્તિ પાછી નથી આવતી ત્યારે દર્દ ઓર વધી જાય છે.કારણ કે અહિ વિશ્વાસ નુ મ્રુત્યુ થયુ હોય છે.
આ તો આજે જરા હ્રદયનુ દર્દ ખૂબ વધી ગયુ હતુ.કેટલાય સમય થી છુપાવી રાખેલી લાગણીઓ એક સાથે હ્રદયમાં સોયની જેમ ભોંકાતી હતી તો કંઈક લખી નાખ્યું.પરંતુ હુ કોઇને અપ્રોત્સાહિત કરી નિર્બળ નહી પાડુ મિત્રો,હુ તો બસ એટલી જ આશા સાથે વિનવિશ કે ક્યારેય કોઇનો પણ કોઇની સાથેના સંબંધનો અંત ના આવે અને સૌ સુખેથી જીવન વિતાવે.અને દરેક સંબંધ નો અંત નિશ્ચિત છે એ વાત ખોટી પડે.