Wrote at time of Pune blast.(Wrote on old blog,migrating it to new blog)
પુણે મા બોમ્બ વિસ્ફોટ થયો ને ફરી એક વાર લોકો ના હૈયા દ્રવી ઊથ્યા.આજે જ સમાચાર સાંભળ્યા કે દેશભર મા લોકો એ મીણબત્તિઓ સળગાવી ને વિરોધ દર્શાવ્યો.થોડા દિવસો સુધી આ ધમાલ ચાલશે,મીણબત્તીઓ સળગશે,આમ કરવુ જોઇએ ને તેમ કરવુ જોઇએ ની બુમો પડશે ને પછી વળી પાછા લોકો પોતાના જીવન મા વ્યસ્ત થ ઇ જશે.જે દેશ મા ચૂંટણી પણ દેશ ના વિકાસ અને આતંકવાદ ને બાજુ ીએ રાખી ને ફાલતુ મુદ્દા ઓના આધાર પર જીતી શકાતી હોય એ દેશ ના લોકો પાસે થી બીજી આશા પણ શુ રાખી શકાય?
બસ કરો હવે અને આ નાટકો બંધ કરો હવે.બહુ થયુ વિસ્ફોટ ના થોડા દિવસો સુધી ઝુલુસો કાધવાના,શાંતી માટે મીણબત્તિઓ સળગાવાની ને પછી એને માટે જવાબદાર દેશ સાથે જે સરકાર વાર્તાલાપ કરવા તૈયાર હોય એને જ દેશ ની સત્તા આપવી.આ બધુ તો ભારત મા જ શક્ય છે.