મહેંદીનો રંગ

Red Henna Photos 202 8

મહેંદીનો રંગ- જેટલો ઘેરો એટલો પ્રિયતમનો પ્રેમ વધુ…
પણ પ્રેમ તો અમાપ, ગહન અને ફઝ્ઝી લાગણી છે, તો “વધુ” પ્રેમ એટલે?
પ્રેમ તો નિર્પેક્ષ લાગણી છે, તો એનું વન ટુ વન મેપિંગ કઈ રીતે થાય?
હાથની મહેંદીની ઘેરાશ જો પ્રેમની ઊંડાઈનું માપ બતાવે- તો એ માપ કોના પ્રેમનું?
પ્રેમ પણ સર્ટીફાઈડ હોય તો જ હાથની મહેંદીમાં સાબિતી સાથે ખીલે?
નામ, લેબલ કે ગવર્નમેન્ટ સ્ટેમ્પ વગરના પ્રેમનો રંગ પણ શું છુપાઈને-સહેમીને અંદર ક્યાંક ઉગતો હશે? – દિલમાં <૩…
પ્રેમમાં પણ શું પેટન્ટ કે પઝેશન હોય?
તો હાથની મહેંદીના ઘેરા રંગથી સર્ટીફાઈડ પ્રેમનો પુરાવો કે પેટન્ટ કેવી રીતે થાય?
“હા, તારી હથેળીમાં આજે ઉગી છે જાણે મલકની રાતાશ, મલકે છે તારું મેરેજ સર્ટીફીકેટ એ જોઈ ને…,
પણ …ઘેરાઈ છે મહેંદી બનીને એ મારી અન-સર્ટીફાઈડ- ઈલ્લીગલ લાગણીઓની શિદ્દત અને શહાદત છે!” – (Written with help of Bhumika Didi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.