1) hi vishal… how are you? I haven’t seen you on the msg board. R u away?
2) hey vish… where are you?
me: on a road trip…
reply: ohhh… come back soon yaar… miss you so much… n yea take care… come back in one piece…
3) vishla… જલ્દી પાછો આઈ… જાન જાય છે તારો જીવ ખાધા વિના..
4) where are you all? all numbers switch off?
વર્ચ્યુઅલ વિશ્વ : ઓરકુટ ના સમય થી એક માન્યતા હમેશા રહી છે કે, ઓરકુટ,ફેસબુક, વ્હોટ્સેપ આ બધા વર્ચ્યુઅલ વિશ્વ છે. અહી તમે હાજર છો અને લોકો ને યાદ કરો છો ત્યાં સુધી લોકો તમને યાદ કરશે. એક સવારે અચાનક થી જો તમે આ વિશ્વમાંથી વિદાય લઇ લીધી તો કોઈને કોઈ ફર્ક નહિ પડે અને ના કોઈ જાણવાનો પ્રયત્ન કરશે કે તમે ક્યાં છો? જીવો પણ છો કે નહિ?
15 દિવસ ની રોડ ટ્રીપ પુરતો સમય હતો એ જાણવા માટે કે કેટલા મિત્રો વર્ચ્યુઅલ છે અને કેટલા સાચે જ મિત્ર કહી શકાય તેવા છે. પોતાના વ્યસ્ત શીડ્યુલ માંથી પણ તમે ક્યાં છો, કુશળ-મંગળ તો છો ને અને કેમ ઘણા સમય થી કોઈ સંદેશો નથી તે જાણવાનો પ્રયત્ન કરે તે જ આ વર્ચ્યુઅલ વિશ્વમાં સાચો મિત્ર.
મને અખતરા કરવાનો શોખ પહેલે થી જ અને એમાં પણ આપણે થોડા “બરફી” જેવા.
આ વખતે કોઈને જ કહ્યા વિના ટ્રીપ પર નીકળી પડ્યો. કોઈ જ જાણકારી વિના social media માંથી break લઇ ને થોડા સમય માટે અજ્ઞાતવાસમાં સરી પડ્યો. no facebook , no whatsapp. અને માણ્યા મિત્રોના મીઠા યાદભર્યા સંદેશા. જેમાંથી થોડા ઉપર શેર કર્યા.
જેમાંનો પહેલો msg USA ના elder cousin bela didi નો છે જે ઘણા સમય સુધી family ના group માં મારો કોઈ msg ના ગયો hovathi પુછાયેલો સવાલ હતો.
અને 4th msg હતો જીજાજી નો જે મને oxygen નો bottle ચડાવ્યા ના બીજા દિવસે “no network” area માં ફસાયા હતા એટલે ચિંતા માં કરાયેલો msg હતો. એ દિવસે અને બીજા દિવસે network આવ્યું ત્યાં સુધી સવાર થી સાંજ સુધી માં 10 વખત એમને અને એમના મમ્મી એ ઘરે ફોન કર્યો હતો કે વિશાલ ના કોઈ સમાચાર મળ્યા કે નહિ?
નિખીલભાઈ પણ સતત ઘરે ફોન કરીને મારા ખબર અંતર પપ્પા પાસેથી મેળવતા રહેતા.
cousins & friends ની મારા માટે ની care નો હું સમયે-સમયે અનુભવ કરતો રહ્યો છું અને એટલે જ ઘણો જ ભાગ્યશાળી માનું છું પોતાને કે એ લોકો મારી એટલી ચિંતા કરે છે કે મારે પોતાની ચિંતા કરવાની જરૂર જ નથી પડતી અને ના તો ખુદા પાસે મારા કુશળ-મંગલ ની પ્રાર્થના કરવી પડતી.