સામાન્યરીતે એક છોકરાને હૃદયની કામગીરી માત્ર લોહીનું પરિભ્રમણ કરવા પુરતી જ સીમિત નથી કિન્તુ એનું ધડકવાનું કારણ બીજું પણ હોય શકે તેવો અહેસાસ જયારે પોતાના ધબકારા stethoscope વગર સાંભળી લે ત્યારે થતો હોય છે. ત્યારે જ એને પહેલી વાર બાયોલોજી માં ભણેલો તે છાતીમાં ડાબી બાજુ આવેલા હૃદયની વાત ખોટી નહોતી તે સમજાય છે. આ અહેસાસ એ પ્રેમ નથી હોતો. પણ આકર્ષણ માત્ર પણ નથી હોતું. અંગ્રેજીમાં જેને “CRUSH” કહેવાય આ તે લાગણી હોય છે. crush ને માટે ગુજરાતી માં કોઈ શબ્દ છે કે નહિ તે મારા ગુજરાતીના સીમિત જ્ઞાન ને કારણે જાણતો નથી. કિન્તુ એનો જે વિસ્તારિત અર્થ છે તે યથાયોગ્ય છે. જેના સુધી પહોંચીના શકાય તેને માટે જન્મેલો ક્ષણિક પ્રેમ. અર્થાત છે તો પ્રેમ પણ એ વ્યક્તિ સુધી પહોંચી(સાદી ભાષામાં કહી ના શકવાને) ના શકવાને કારણે એનું આયુષ્ય લાબું નથી હોતુ. અને મહત્તમ કિસ્સાઓમાં એને આ અહેસાસ કોઈ યુવતી કે સાથે ભણતી છોકરી નથી કરાવતી હોતી પણ એક છોકરાનો જીવનનો સર્વપ્રથમ crush એની કોઈ શિક્ષિકા હોય છે. અને એ શિક્ષિકા જયારે 11 વર્ષના લાંબા અંતરાલ બાદ અચાનક મળી જાય ત્યારે કલાસરૂમ ની એ યાદો તાજી ના થાય તો જ નવાઈ. હા મળે અને વાત થતા જાણવા મળે કે એ પણ તમને હજી ઓળખે છે તો આનંદ અલગ કક્ષાનો હોય. કોલેજ માં સાથે ભણ્યા એ તો આટલું વાંચીને સમજી જ ગયા હશે કે વાત કોની થઇ રહી છે. હા એ જ કોલેજ ના 1st yearમાં math -1 માં સૌને રસ લેતા કર્યા એ કાનન મેડમ. જો ભૂલતો ના હોઉં તો 8 ડિસેમ્બર,2006 એમના લગ્ન થયા અને જે દિવસે કોલેજમાં બધાને જાણવા મળ્યું કે એમના લગ્ન થઇ રહ્યા છે ત્યારે 75% વિદ્યાર્થીઓએ શૉક મનાવ્યો હતો. લો ત્યારે મેં તો મુલાકાત કરી અને એ યાદો ને ફરી એકવાર વિચારોમાં જીવી લીધી. તમે પણ આ વાંચ્યા પછી ખોવાઈ નહિ જાઓ તો જ નવાઈ લાગશે. મને વિશ્વાસ છે બીજા લોકો માટે નામ બદલાશે પણ આવી કોઈ યાદતો અવશ્ય હશે. તો કરો share. બિન્દાસ બોલ. – વિશાલવાણી.