My Speech

(My speech I prepared to deliver on mom-dad’s 25th marriage anniversary,27th november,2011)

વડીલો ને પ્રણામ,
મિત્રો ને સલામ,
સખીઓને પ્રેમ,
અને બાળકો ને સ્નેહ થી આવકારુ છુ.
સર્વ સ્નેહીજનો નો આજ અહી ઉપસ્થિત રેહવા બદલ દિલ થી આભાર માનુ છુ.

સ્નેહીજનો જયારે કોઈ જોડું લગ્નગ્રંથી થી એકબીજા સાથે જોડાય છે ત્યારે તેને માટે ગુજરાતી માં એક સુંદર શબ્દપ્રયોગ છે. તે છે પ્રભુતા માં પગલા માંડવા. ક્યારેય વિચાર્યું છે કે આ પ્રસંગ ને આટલો ઉમદા શબ્દપ્રયોગ શા માટે પ્રાપ્ત થયો છે? એનું કારણ છે કે જેમ પ્રભુ બનવું મુશ્કેલ છે, તેને માટે કેટલીયે તપસ્યા કરવી પડે તે જ રીતે લગ્નજીવન કોઈ સરળ જીવન નથી. એક પુરુષ અને એક સ્ત્રી બંને માટે એક નવા જીવનની શરૂઆત છે જેમાં તેમના માથે કેટલીયે જવાબદારીઓ આવે, આવનારા સમય માં જે પણ કષ્ટ આવે તેનો સાથે રહી ને ખુશી થી મુકાબલો કરવો. એકબીજા ને સતત હૂફ અને પ્રેમ આપવો, એકબીજા માં હમેશા વિશ્વાસ રાખવો અને અહેસાસ કરવો કે હું સદા તારી સાથે છુ, કદીયે સાથ નહિ છોડુ. આ બધું સાંભળવા-બોલવા કે કદાચ વિચારવા માં સરળ લાગે એમ બને પરંતુ કરવું મુશ્કેલ છે અને તેથી જ આ નવા જીવનની શરૂઆત ને પ્રભુતા માં પગલા માંડવા એમ કેહવાય છે.

મમ્મી-પપ્પા એ આજ થી 25 વર્ષ પહેલા પ્રભુતા માં પગલા માંડ્યા હતા અને આજે એ સફળ લગ્નજીવન ની રજતજયંતી ના સુખદ પ્રસંગે એમના ખુશી થી ચમકતા ચેહરા ની સાક્ષી એ આપ સૌનું સ્વાગત કરતા હું આનંદ અનુભવુ છુ.

આજે જયારે સંબંધો કાચા દોર જેવા થતા જાય છે ત્યારે આવા પ્રસંગો જરૂર આપણ ને પણ પ્રેરણા આપે છે કે ઇચ્છાશક્તિ હોય તો સંબંધ ને લાંબા પણ ટકાવી શકાય છે.

આ 25 વર્ષ ની ઉજવણી શા માટે જરૂરી છે એ વિષે થોડું કહેવા માંગીશ, મમ્મી-પપ્પા વિષે તો ભક્તિ કહી જ ચુકી છે.

મિત્રો આજકાલ સંબંધો બહુ નિર્બળ થતા જાય છે. કોઈક ને કોઈક ની પસેસીવનેસ નડે છે તો કોઈક ને સ્પેસ જોઈએ છે. કોઈક ને કોઈક ની એક-બે આદત ના ગમતી હોય તો આખી વ્યક્તિ અણગમતી બની જાય છે અને તે વ્યક્તિ ને જ છોડી દે છે. અમે તો સ્કૂલ-કોલેજ લેવલ પર ઘણાં પેચ-અપ – બ્રેક-અપ થતા જોયા છે પણ આજકાલ તો નવો ટ્રેન્ડ શરુ થયો છે. મિત્રતા માં પણ બ્રેક-અપ. કોઈક ને છોડતા પહેલા એ વિચારી લેવું કે એની સાથે સંબંધ અત્યાર સુધી રાખ્યો તો શા માટે? સંબંધ માં આવતી કડવાશ ને કડી કાયમી ના બનવા દેવી અને એને કારણે કડી સંબંધ નો અંત ન આણવો.

કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી અને ના તો કોઈ બે વક્તિ સરખી હોય છે. એકબીજા ની ખામીઓને સ્વીકારો, અસમાનતા ને માન આપો, ઝગડો થાય તો થોડો સમય આપો અને પછી મનાવી લો. આ વાતો જે જીવન માં સમજી ગયું, સમજી લો કે એ સંબંધો ટકાવવામાં તારી ગયુ. લગ્નજીવન પણ આ જ પાયા ના સિદ્ધાંતો પર ટકે. એકબીજાની ખામીઓને સ્વીકારવી, અસમાનતાઓને મન આપવુ। ક્યારેક જો ઝગડો થઇ જાય તો પ્રેમ થી મનાવી લેવુ.સંબંધ થી કીમતી વસ્તુ બીજી કોઈ નથી, એને બને તેટલા નમીને પણ જાળવવાની કોશિશ કરો.

મમ્મી-પપ્પા એ સુખી લગ્નજીવન ના આ જ પાયાના સિદ્ધાંતો પ્રેમ,હુંફ, એકબીજા માટેનું માન, સારી અને સાચી સમજણ,વિશ્વાસ ને અનુસર્યા અને આજે 25 વર્ષ સુખી લગ્નજીવન ના પૂર્ણ કર્યા.

છેલ્લે મારી લખેલી ચાર પંક્તિઓ કહી વિનવું છુ:

વિશ્વાસ,પ્રેમ અને આદર છે જ્યાં,
એક મીઠા-મધુરા સંબંધ નું અસ્તિત્વ છે ત્યાં,
નજીવી આશાઓ,નજીવા બળાપા,
સુખી લગ્નજીવન ની કળા છે આ,
કરી અનુસરણ આ કળાનું રહ્યા સદા એકબીજાની સમીપે,
અને રજતજયંતી ના અવસર પર પહોચ્યા આ રીતે,
કરે અમારું મન ઈશ્વર ને પ્રાર્થના સદાય,
રહે પ્રેમ આવો જ અને રહો તમે બંને સાથે સદાય.

બસ આટલું કહી વિનવું છુ. અને આજના પ્રસંગ નિમિત્તે આજ પૂર્વે અથવા પ્રસંગ પૂર્ણ થતા સુધીમાં મારી તમામ કાળજી છતાય અગર મારાથી કંઈ ભૂલચૂક થઇ જાય અથવા કોઈનું મન દુભાઈ જાય તો માફ કરજો બાકી તો જે થાય તે કરી લેજો.

One thought on “My Speech

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.