હુતો હુતી

તું તો પુરુષ છે તને શું ખબર એક સ્ત્રીએ એની જીંદગીમાં કેટલા દુખ સહન કરવા પડે છે.
હા હા. જો તે એમ કીધું હોત કે તને શું અહેસાસ હોય સ્ત્રીના દર્દ નો તો પણ હું માની લેતો કે હા અહેસાસ શક્ય નથી પણ ખબર જ નથી કે સમજી જ નથી શકતા અમે પુરુષો તમારા દર્દ ને એ વાત સાથે હું સહમત નથી.

અચ્છા? ઠીક છે તો ચલ મને કહે એક સ્ત્રીએ પોતાનું ઘર છોડીને સાસરે આવીને દુધમાં સાકરની જેમ ભળવાનું હોય છે. આ કેટલું મોટું બલિદાન છે સમજાય છે તને?
હા અવશ્ય સમજાય છે. નાનપણ થી જ્યાં રહ્યા હોઈએ જેમના સહવાસ માં ઉછર્યા હોઈએ તેમને આમ અચાનક એક જ પળમાં છોડીને જવું પડે એ દુખ કઈ નાનું સુનું નથી. નોકરી કરવા જયારે બીજા શહેરમાં અમારે સ્થાયી થવાનું થાય છે ત્યારે અમે પણ એ દર્દનો અહેસાસ કરીએ છે. અને એટલે જ જયારે સ્ત્રી પોતાના માતા-પિતા, ભાઈ-બહેન, ઘર બધું ત્યાગીને આવે છે ત્યારે પુરુષો તેમનો સહારો બને છે.

શું તારી પત્ની નોકરી કરવા માંગે તો તું એને allow કરીશ?
allow?
હા. કેમ નહિ થાય ને? જોયું? તમારાથી એ સહન જ નથી થતું કે સ્ત્રી નોકરી કરે. તમને ડર છે કે ક્યાંક એ તમારાથી આગળ ના નીકળી જાય. અને એટલે જ તમારો મેલ ઈગો એને એમ કરતા રોકે છે.
ઓ મેડમ મારો જવાબ હજી પૂરો નથી થયો. હા તો હું એમ કહેવા માંગતો હતો કે, allow? હું કોણ છું એને allow કરવા વાળો. નોકરી કરવી કે નહિ એ એની પસંદ છે અને એમાં મારે એને સહકાર આપવો જોઈએ એ મારી પસંદ છે પણ એનો અર્થ એમ જરાય નથી કે જે પુરુષો અલગ પસંદ ધરાવે છે તેઓ જુનવાણી ખયાલો વાળા જ છે કે તેઓ પત્નીના આગળ વધી જવાના ડરથી જ તેમ ઈચ્છે છે. આ પસંદગી નો સવાલ છે. જો એક સ્ત્રીને નોકરી કરવી કે નહિ એ પસંદગી કરવાનો અધિકાર હોય તો તેટલો જ અધિકાર એક પુરુષને પણ છે કે એને નોકરી કરતી સ્ત્રી જોઈએ કે ઘર સંભાળનાર સ્ત્રી જોઈએ પોતાની જીવનસાથી ના રૂપ માં. એક સ્ત્રી જે ઘર ની સાર-સંભાળ રાખે છે જેને housewife કહીએ છે તેની મહાનતા નો સ્વીકાર આજનો પુરુષ કરતો થયો જ છે ઊલટાની કેટલીક સ્ત્રીઓને housewife પ્રત્યે સારી ના કહી શકાય તેવી સમજ રાખતી જોઈ છે. આ સ્ત્રીઓની સમજ housewife ને કંઈપણ ના સમજનાર અને પૂરો દિવસ ઘરે બીજાના રૂપિયે એશ-આરામ કરે છે તેમ માનનાર પુરુષની સમજ થી વધુ વિકસિતના કહી શકાય. પણ હા આ ચર્ચા લગ્ન પહેલા થઇ જવી જોઈએ નહિ કે લગ્ન પછી.

બહુ શાણો બને છે ને? સ્ત્રીઓ પરના jokes તું પણ શેર કરતો હોઈશ હે ને? તો સ્ત્રીઓ પર અવાર-નવાર બનતા jokes વિષે શું કહેવું છે તારે? શું એ સ્ત્રીઓને થતો અન્યાય નથી?
એલ ઓ એલ. તારા સવાલ માં જ તારો જવાબ છે. joke છે, હસી કાઢવાના હોય. મજાકમાં કહેલી વાત પર હસી ના શકવું એ તો નબળાઈ કહેવાય. હા માનું છું કે મર્યાદા જળવાવી જોઈએ અને એમાં મારો સહકાર ખરો હો?

હવે તું કઈ પણ પૂછે એ પહેલા મારે તને કંઈક કહેવું છે. કારણ મને સમજાવા લાગ્યું છે કે આ ચર્ચા કઈ દિશામાં આગળ વધી રહી છે.

ખબર છે મુશ્કેલી શું છે? જેમ અમુક પુરુષો સ્ત્રીઓને કઈ જ સમજ નથી પડતી એમ સમજે છે, એવી જ રીતે કેટલીક સ્ત્રીઓ પુરુષો માટે એવી સમજ લઈને બેસી જાય છે કે બધા જ પુરુષો એક સરખા જ હોય, તે દરેકને મન સ્ત્રી નું કોઈ મહત્વ હોતું જ નથી કે સ્ત્રીના દર્દ એમને સમજાતા જ નથી. કોઈ પણ પુરુષ સ્ત્રીને સન્માનની દ્રષ્ટીએ જોતો જ નથી. દરેક વ્યક્તિ બીજા માટે perception લઈને જીવે છે. અને વળી પોતે વિચારી લીધું આ આવું છે એટલે બસ પુરુ જો એ વ્યક્તિ એવી ના નીકળે તો એને ક્યાં ખોટી પાડીને એને પોતાના વિચારો મુજબનો રજુ કરી શકાય તેના પ્રયત્નો શરુ થઇ જાય પણ નહિ કે પોતાની સમજવાની ભૂલ સ્વીકારવાના. અત્યારે તું સવાલો પૂછીને પણ એ જ તો સાબિત કરવા માંગતી હતી. પણ હું જ નહિ પણ મારા જેવા દુનિયામાં કેટલાય પુરુષો છે જે સ્ત્રીને સમાનતા ની જ નહિ પણ મહાનતાની દ્રષ્ટીએ પણ જોવે છે. પણ વારંવાર કહેતા રહેવું અમને ફાવતું નથી પણ અમારા આચરણમાં એ સ્પષ્ટ જોઈ શકાતું હોય છે.

I think women are foolish to pretend they are equal to men, they are far superior and always have been. આ સત્ય હકીકત ખરી અને તેનો સ્વીકાર પણ હવે લગભગ લગભગ દરેક પુરુષ કરે જ છે. સ્ત્રી મહાન હતી, છે અને હમેશા જ રહેશે. ભગવાને જીવ બનાવ્યો કે જીવની ઉત્પત્તિ કાળક્રમે આપોઆપ થઇ તેના વિષે હજી પણ ઘણા શંકા કરે છે પણ સ્ત્રી જીવને જન્મ આપે છે તે વિષે કોઈ બેમત ક્યાં છે? પણ આજકાલ Gender Equality ની લડત સ્પર્ધામાં પરિવર્તિત થઇ ગઈ છે. દરેકને પોતાને વધુ મહાન સાબિત કરવા છે અને એ માટે બીજાને નીચા દેખાડવા છે. જ્યાં સુધી તમે સ્ત્રીના વખાણ કરો ત્યાં સુધી તમે સ્ત્રીને માન-સન્માન આપનાર પુરષ છો પણ જેવી એની કોઈ ભૂલ બતાવો એટલે તરત એમને તમારો male ego દેખાવા માંડે.તમે પણ male dominant જ છો તેવું લાગવા માંડે. જેમ પુરુષોમાં male ego હોય છે તેવી જ રીતે સ્ત્રીઓમાં female ego હોય જ છે. equality ની લડત લડતી સ્ત્રી બસમાં બુઝુર્ગ વ્યક્તિને ઉભા રાખીને પણ પોતે ઉભા રહેવા સક્ષમ હોવા છતાં પોતાના સ્ત્રી હક ના ભાગરૂપે “મહિલા આરક્ષિત બેઠક” પર હક જમાવી રાખશે. equalityની લડત લડનારી સ્ત્રી પોતાના માતા-પિતાને લગ્ન પછી પોતાનો પતિ પણ સાચવે તેવી આશા રાખશે અને આજકાલના પુરુષો પોતાની ફરજ માની તે નિભાવે પણ છે પણ એ જ સ્ત્રી પોતાના પતિના માતા-પિતાને કેવી રીતે રાખતી હોય છે અને એમના પ્રત્યેની પોતાની ફરજો કેટલી નિષ્ઠાથી નિભાવતી હોય છે તે જોવા જેવું ખરું. equality માટે લડતી સ્ત્રી, સ્ત્રી તરીકે મળતો એકપણ લાભ કદી પણ છોડશે નહિ. equality માટે લડતી સ્ત્રી જયારે વાત equally work divisionની આવે ત્યારે જવાબદારી થી બચવાના ભાગરૂપે આ કામ તો પુરુષ એ કરવાનું હોય કહી ભાગી નીકળે છે. બધું સહન સ્ત્રીઓ એ જ કરવું પડે છે એ વાત એટલી સરળતાથી એમને નાનપણ થી સમજાવી દેવામાં આવે છે કે પુરુષો એ તો કઈ સહન કરવાનું આવતું જ નથી જિંદગીભર અને તેઓ તો લાગણીઓથી કેટલાય છેટા હોય છે તેવી સમજ આજકાલ સ્ત્રીઓમાં સામાન્ય થઇ ગઈ છે. જો એક પક્ષ એવી આશા રાખતો હોય કે એને બીજો પક્ષ સમજે તો એ એને પણ એટલી જ લાગુ પડે છે. પોતે પણ અન્યને સમજવું પડશે. પણ મુશ્કેલી એ જ છે કે અહી બધા એમ ઈચ્છે છે કે લોકો મને સમજે પણ એવું ઇચ્છનારા એ જ લોકો પોતે બીજાને સમજવાની તસદી લેતા નથી. માન્યું કે હજી પણ ઘણી જગ્યાએ સ્ત્રીઓને વધુ માન-સન્માન આપવામાં આવતું નથી અને એને એક વસ્તુની જેમ જ જોવાય છે પણ આ લડતમાં પુરુષો પણ તેમને સાથ આપી જ રહ્યા છે.

પણ સાચું કહું તો હું એ બધા જ પુરુષો માટે આવી સમજ રાખે છે તેમાં વાંક સ્ત્રીઓનો નથી માનતો. ખરેખરમાં મુશ્કેલી નાનપણથી જ શરુ થઇ જાય છે જયારે છોકરી અને છોકરા વચ્ચે ભેદ કરવામાં આવે છે. છોકરીને નાનપણ થી જ રસોડામાં કામ કરવામાં લગાડી દેવામાં આવે છે એમ કહીને કે આ બધું શીખવું પડે, વ્યવસ્થિત બેસવા માટે વારંવાર ટોકવામાં આવે છે, અરે અહી સુધી કે ઘણા ઘરોમાં તો એને કેવી રીતે હસવું જોઈએ એ બાબતે પણ ટોકવામાં આવે છે. અને સામે છોકરાને કઈ જ નહિ અને એટલે એમના મનમાં નાનપણ થી જ આ equality નો ભ્રમ દુર થઇ જાય અને છોકરા અને છોકરીનો ભેદ સ્થાપિત થઇ જાય છે. છોકરાના મનમાં સ્ત્રીઓના કામ ઘર સંભાળવાના જ છે અને પરિવારની માન-મર્યાદા જાળવવાનું કામ સ્ત્રીનું જ છે તેવી ભ્રમણા ઘર કરી જાય છે. જો બદલાવ લાવવો હોય તો આ ઉછેરની પ્રક્રિયામાં બદલાવ લાવવો પડશે જેથી નાનપણ થી છોકરીના દિમાગમાં અમારે તો બધે સાંભળ્યા જ કરવાનું અને ભાઈને જે કરવું હોય તે બધી જ છૂટ છે પણ અમારે જ બધા બંધન પાળવાનાની ભાવના ના જન્મે. એના મનમાં નાનપણથી જ એવી ધ્રુણા ના જન્મે કે મને સ્ત્રી તરીકે જન્મ જ કેમ મળ્યો? છોકરા અને છોકરી બંનેને નાનપણથી જ એકબીજાનું મહત્વ સમજાય તેવો ઉછેર જરૂરી છે, બંને ને એકબીજા પ્રત્યે માન જન્મે અને સાથે સાથે જ પોતાના સ્ત્રી કે પુરુષ હોવા પ્રત્યે પણ માન રહે તેવો ઉછેર જરૂરી છે. સંસારમાં જો કોઈ એકનું પણ મહત્વ ના હોત તો એનો સમયાંતરે નાશ થયો જ હોત પણ અસ્તિત્વ ધરાવે છે મતલબ બંનેનું સમાન મહત્વ છે જ તે સીખાવવું જરૂરી છે નહિ કે બીજાની લીટી નાની કરીને એકને ચઢીયાતું સાબિત કરવું.

extra comment: જયારે તમારી દીકરી કઈક શ્રેષ્ઠ કરીને બતાવે છે ત્યારે તેને આ તો મારો દીકરો છે કહીને સમાજમાં ના રજુ કરશો. એ દીકરી જ છે અને દીકરી તરીકે જ એનું ગર્વ અનુભવો. તો જ એને પણ દીકરી હોવાનું ગર્વ અનુભવાશે. બાકી એવો જ વિચાર આવશે કે કાશ હું દીકરા તરીકે જ જન્મી હોત. અને એ જ રીતે દીકરાને રડતો હોય ત્યારે છોકરી છે તે રડે છે કહીને એવો અહેસાસ ના કરવો કે છોકરીઓનું કામ તો રોવાનું જ છે. એને એના દુઃખને વ્યક્ત કરતા શીખવા દો. એ દર્દ મહેસુસ કરશે તો બીજાના દર્દ પણ સમજી શકશે.

– વિશાલવાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.