કેટલાક પ્રશ્નો એવા છે જેનો જવાબ વર્ષો થી શોધી રહ્યો છું. કોઈની પાસે ઉત્તર હોય તો જરૂર જણાવે.
1) જૈન ધર્મ નો સૌથી ઉત્તમ concept કોઈ હોય તો તે છે ક્ષમાપના પર્વ. પ્રાકૃત ભાષાનો શબ્દ “મિચ્છામી દુક્કડમ” જેનો સંસ્કૃત શબ્દ છે “મિથ્યા મે દુશ્કૃત્યમ” અર્થાત મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ, નાશ થાઓ. તો જયારે કોઈ પોતાની ભૂલ ની ક્ષમા માંગે તો એને પ્રત્યુત્તર શું આપવો જોઈએ? “મિચ્છામી દુક્કડમ” ના પ્રત્યુત્તર માં “મિચ્છામી દુક્કડમ” કહેવું કેટલું યોગ્ય?
2) શું જૈન શાસ્ત્રો પૃથ્વી સ્થિર છે અને સપાટ છે અથવા ચોરસ છે અને સૂર્ય તેની આજુબાજુ ફરે છે તેવું કહે છે?(કોઈક સંત દ્વારા બોલાયેલ વાક્ય ને કારણે આ પ્રશ્ન ઉદભવ્યો છે.બાકી શાસ્ત્રો નું વાચન નથી કર્યું એટલે શાસ્ત્ર શું કહે છે જ્ઞાત નથી) જો હા, તો આજે જયારે સ્પેસ શટલ ના સમય માં વૈજ્ઞાનિક ઢબે સાબિત થઇ ચુક્યું છે કે પૃથ્વી ગોળ છે અને સૂર્ય ની આજુ બાજુ ફરે છે તો શું આપના શાસ્ત્રો ની એ ભૂલ ને સ્વીકારીને સુધારો ના કરવો જોઈએ?
3) પર્યુષણ પર્વ એટલે શું? અને શા માટે આ પર્વ ભાદરવા સુદ પાચમ થી ચૌદસ સુધી જ મનાવામાં આવે છે ને બીજા કોઈ પણ 10 દિવસ નહિ?
4) મુસ્લિમો, ખ્રિસ્તીઓ માં પણ અલગ અલગ પંથ હોય છે તે છતાય એમના તહેવારો તો એક જ દિવસે હોય છે, જેમ કે ઈદ કે ક્રિસમસ કે કોઈ પણ અન્ય તહેવાર તો પછી આપણા માં કેમ શ્વેતાંબર ના પર્યુષણ ના 8 દિવસ અને દિગંબર ના 10 દિવસ અને તે પણ અલગ અલગ.શ્વેતાંબર ના પતે પછી આપણા શરુ થાય અને એથી જ ક્ષમાપના દિન પણ જુદા. અને સાંભળવા મળ્યા મુજબ શ્વેતાંબર લોકો પર્યુષણ ના 5માં દિવસે મહાવીર જન્મ કલ્યાણક ઉજવે અને વળી આપણી સાથે ચૈત્ર વદ તેરસ ના પણ મહાવીર જયંતી ઉજવે. તો શું મહાવીર નો જન્મ 2 વખત થયો હતો?
5) ધૂપ દસમ નું મહત્વ શું?
6) મારું હમેશા માનવું રહ્યું છે કે ધર્મ ની સ્થાપના સંતો દ્વારા નહિ કિન્તુ વૈજ્ઞાનિકો અને વિચારકો દ્વારા થઇ હોવી જોઈએ. અને જરૂર પડ્યે શક્તિશાળી રાજાઓની મદદ લીધી હોવી જોઈએ ફેલાવો કરવા માટે. કારણ કે જૈન ધર્મ ની સ્થાપના અહિંસા ના આધાર પર થઇ એથી જ એના ફેલાવા માટે શક્તિશાળી રાજાઓની મદદ નહિ લેવાઈ હોય પણ મૂળે કોઈપણ ધર્મ ના મૂળ માં તો વિચારકો અને વૈજ્ઞાનિકો જ રહ્યા હોવા જોઈએ જેઓ સમાજ ને જીવન જીવવાના સાચા રસ્તા બતાવે અને શરીર ની કાળજી રાખવા માટેના ઉપાયો બતાવે અને આ જ રીતે શાસ્ત્રો નું નિર્માણ થયું હોવું જોઈએ. તો શું અમુક વર્ષો ના અંતરે વિજ્ઞાન ની પ્રગતિ સાથે શાસ્ત્રો માં જો કોઈ સુધારો કરવા જેવું જણાય તો તે થવું ના જોઈએ?
મારું સુચન છે કે દર અમુક વર્ષે દરેક ધર્મ ના શ્રેસ્થીઓ સંતો, વૈજ્ઞાનિકો અને વિચારકો સાથે બેસીને તાર્કિક દલીલો કરીને ધાર્મિક પુસ્તકોને શાસ્ત્રો ને redefine કરે અને આધુનિક સમયાનુસાર તાર્કિક બનાવે.
ધર્મ ને, નીતિઓને, રીવાજોને માત્ર ધાર્મિક નીતિ,રીવાજ માનીને આંધળાની જેમ જ ફોલો કર્યા કરીશું તો જડ બની જઈશું અને જો તાર્કિક રીતે ધર્મ ને સમજીશું તો આપણા વ્યક્તિત્વ ને નીખારી શકીશું.
નોંધ : પ્રશ્ન પૂછનાર પોતે આસ્તિકતા અને નાસ્તિકતા ની વચે ઝોલા ખાય છે.
Saheb tame khota loko ne prashna puchi rahya chho.
aa sansar moh maya jal thi bharelo che loko ne temna prashna shivay biju kai j nahi samjay .
tamare aa badha prashno no jabab mate sansar ni moh maya chodi ne dikhha levi padse to ja aa badha nu keval gnnan prapt thase.
Taklif toh Rehvani.
Jay Jinendra.
Aa j to bhram todvo chhe dost ke koik dharmik prashn no javaab melavava diksha levi jaruri nathi kintu sansaar ma rahine pan tame gyaan prapt kari shako chho.
Jay Jinendra.
Jay Jinendra