ટોળાશાહી

1) ભારત લોકશાહી નહિ કિન્તુ ટોળાશાહી નો દેશ છે એ સમયે સમયે આપને સાબિત કરતા રહીએ છે. 15 ઓગસ્ટ પર 10 મેસેજ આવે ભારત નો ઝંડો પ્રોફાઈલ પિક માં મુકો એટલે બધા મુકવા માંડે, પછી એક મેસેજ ફરતો થાય કે બસ 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી આવે તે પુરતી જ દેશભક્તિ જાગે છે બંધ કરો આ નાટક એટલે એમાં સુર પુરાવતા બીજા 100 મેસેજ આવે અને લોકો પિક બદલવા માંડે.

લોકો પ્રોફાઈલ પિક બદલી ને કૈક મોટો બદલાવ લાવ્યાનો આનંદ લે છે પણ દિલ કે દિમાગ તો એવા જ સડેલા લઈને ફરે છે.

2) લોકો કહે છે ભારત “ખેતીપ્રધાન” દેશ છે, તો કોઈ કહે છે કે “તહેવાર પ્રિય” દેશ છે. મને ડાઉટ છે કે ભારત “રુદન પ્રિય” અથવા તો કહો કે “રોદણાપ્રધાન” દેશ છે. સાલ્લું 9/11 થાય તો આપનું ઘર તૂટ્યું હોય એટલું દુખ લાગે, ફીલ હ્યુજ મારે તો ઘર નો માણસ માર્યો હોય તેવા રોદણા રોવે, પેશાવર અટેક થાય તોય રડવાનું શરૂ. દુખ થાય કોઈ પણ અપ્રીય ઘટના બને ત્યારે એ સમજી શકાય પણ આપણે તો રાષ્ટ્રીય શોક જેવું વાતાવરણ બનાવી દઈએ છે. આપણા દેશમાં કોઈ ઘટના બને ત્યારે કેટલા લોકો એની નોંધ પણ લે છે? દુખ જતાવાની વાત તો દુર રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.