પ્રેમ શું છે? પ્રેમ એ કોઈ સમજી વિચારીને કરવાની ચીજ થોડી છે? પ્રેમ એ તો અનુભવવાની ચીજ છે. મેં ઘણા ને પ્રેમનો અનુભવ કરવાને બદલે એવું વિચારતા જોયા – જાણ્યા છે કે આ જે અનુભવ છે તે પ્રેમ નહિ કિન્તુ આકર્ષણ માત્ર છે. આમ કરીને તે પોતાને જ પ્રેમ ના અનુભવ થી વંચિત રાખે છે.
અરે…. જો તમે પોતાને મુક્ત નહિ રાખો અને લાગણીના પ્રવાહ માં તણાવા નહિ દો તો કેમના જાણશો કે સમજશો પ્રેમ ને? કેમના સમજી શકશો જે થઇ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે તે આકર્ષણ માત્ર નહિ પરંતુ સાચા પ્રેમ નો અનુભવ છે.
જયારે તમે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાઓ છો ત્યારે આંખ બંદ કરી, નતમસ્તક માત્ર ભગવાન ની પ્રાર્થનામાં લીન થઇ જાઓ છો, બસ એ જ તો રીત છે કોઈ વ્યક્તિ પ્રત્યેની પોતાની લાગણીઓને સાચી રીતે મુલવવાની. એક વ્યક્તિને જયારે તમે મળો ત્યારે બધા વિચારોને બાજુએ રાખીને મળો. જેટલી વાર મળ્યા દર વખતે મુલાકાત બાદ એક તારણ કાઢો કે મુલાકાત સારી રહી, અનુભવ સારો રહ્યો કે ખરાબ. મહત્તમ વખતે અગર અનુભવ સારો રહ્યો છતાં જયારે ખરાબ અનુભવ રહ્યા તે ignore કરી શકાય તેમ હોય, ભુલાવી શકાય તેવા હોય તો અંતિમ નિર્ણય એ આધારે લો. પરંતુ આ બ્બધુ બાજુએ રાખીને શરૂઆત થી જ લાગણીઓને મનના કોઈ અજ્ઞાત ખૂણામાં દબાવી દેવી એ ક્યાય નો ન્યાય નથી.
વળી કેટલાક કહેતા હોય છે કે માતા-પિતા ના પણ તો અરમાન હોય.આપણને નાનપણ થી મોટા કર્યા હોય તો કોઈને પ્રેમ કરીને એની સાથે લગ્ન ની ઈચ્છા રાખવી એ તો એમનું અપમાન ગણાય. માતા-પિતાને માટે માન હોવું એક વાત છે પણ એક વાત તો જરૂર કહીશ કે કોઈની મરજી થી થાય એ પ્રેમ નહિ સોદો કહેવાય. અને સંબંધો “સ્વીકાર” થી નહિ “પ્રેમ” થી મધુરા બને છે.